1. નિયમોનું પાલન ન કરનારે સંઘમા જોડાવું નહી.
  2.  દરરોજ સવારે 5-00 કલાકે અને સાંજે 7-00 કલાકે માતાજીની આરતીમાં ફરજીયાત હાજર રહેવુ. આરતી છોડી જનાર પાસેથી ₹. 25/- દંડ લેવામાં આવશે.
  3. સંઘમાં જોડાનાર વ્યકિતએ સંઘમાં પોતાની જવાબદારીથી આવવાનુ રહેશે.
  4. પદયાત્રીને જરૃરી હલકી બેગ (થેલો), ઓઢવા-પાથરવાનું, બેટરી, દવાઓ તથા અન્ય ચીજ વસ્તુ લાવવાની રહેશે.
  5. સંઘમાં આવનાર વ્યકિતએ દરેક સભ્યશ્રી સાથે હળીમળીને સંઘભાવનાથી મદદરૃપ થવું અને સંઘની સાથે ચાલવાનું રહેશે.
  6.  મંદિરમાં અને રોકાણ સ્થાન પર કોઈ પણ વ્યકિતએ ધુમપાન કે ગુટખાનુ સેવન કરવુ નહી.
  7.  સંઘ તરફથી સવારે નાસ્તો અને બે ટાઈમ ભોજન તથા બિસ્તરા (થેલા) મુકવા માટે સાઘનની વ્યવસ્થા કરેલ છે.
  8. કોઈ વ્યકિત ને ચાલવામાં મુશ્કેલી પડે તો સંઘના કોઈ અન્ય સભ્ય ને જાણ કરવી.
  9.  કાયૅકમમાં સંજોગો વસાત ફેરફાર થાય તો દરેક સભ્યએ માન્ય રાખવો પડશે.
  10. સંઘમાં જોડાનાર સભ્યએ પાંચ દિવસ અગાઉ ફોમૅ ભરી પરત કરવાનુ રહેશે. જેની ખાસ નોંઘ લેવી.
  11. સંઘના કે રસ્તા પરના કોઈપણ વ્યકિત સાથે અભદૄ વ્યવહાર કરવો નહી.
  12. સંઘમાં જોડાનાર વ્યકિતએ પોતાના ભાગે આવતો ફાળો આપવાનો રહેશે. આ ઉપરાત જેને વઘુ દાન આપવુ હોય તે આપીશકે છે.
I BUILT MY SITE FOR FREE USING